સ્થૂળતા

You are here:
Obesity Definition Symptoms Cause Diet Homeopathic Medicine Treatment Homeopathy Doctor Clinic in Rajkot Gujarat India

The સ્થૂળતા:

સ્થૂળતા કેજેને આપણે મેદસ્વીતા , મોટાપો, ફેટ વગેરે નામથી પણ ઓળખીએ છીએ.
સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરની એડિપોઝ પેશીમાં વધારાની ચરબી સામાન્યપણે એકઠી થાય છે અને શરીરના ઇચ્છનીય વજન કરતા 20 ટકા વધારો થાય છે.

સ્થૂળતા(મેદસ્વીતા)ની શરીર પર થતી આશરો …

• સ્થૂળતાની કેટલીક નકારાત્મક આરોગ્ય અસરો છે ને તે અકાળે મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે છે.
• સ્થૂળતાને કારણે લોહીનું ઊંચુ દબાણ, લોહીમાં કોલેસ્ટેરોલનું ઊંચુ પ્રમાણ, હ્રદય રોગ, ડાયાબીટીસ, પિત્તાશયની પથરી અને ચોક્કસ પ્રકારના કેન્સર થાય છે.
• અતિ આહાર અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટડો સ્થૂળતા તરફ લઈ જાય છે. જોકે, જનીની પરિબળ પણ સ્થૂળતા માટે જવાબદાર છે.

સ્થૂળતાના કારણો

• સ્થૂળતા અને વધારે પડતું વજન આહારરૂપે લેવાતી શક્તિ અને તેના ખર્ચ વચ્ચેના સતત અસંતુલનને કારણે થાય છે.
• આહારમાં લેવાતા ચરબીના મોટા પ્રમાણને કારણે પણ સ્થૂળતા સર્જાય છે.
• સંકુલ વર્તન અને માનસિક પરિબળો પણ અતિ આહારનું કારણ છે અને તે સ્થૂળતા તરફ લઈ જાય છે.
• શક્તિના વપરાશમાં ચયાપચયની ક્ષતિઓ પણ ચરબીનું એકત્રીકરણ વધારી શકે.
• બાળપણ અને કિશોરાવસ્થામાં સ્થૂળતા પુખ્ત વયે સ્થૂળતા તરફ દોરી જાય છે.

Weight- શરીરનું આદર્શ વજન

શરીરનું ઇચ્છનીય વજન એ યુવાન પુખ્ત વ્યક્તિનું તેની શ્રેષ્ઠ શારીરિક કામગીરી વખતે તેની ઊંચાઈના પ્રમાણમાં વજન છે. આ માટે સૌથી સામાન્યપણે ઉપયોગમાં લેવાતું માપ શરીર દળ સૂચકાંક (બોડી માસ ઇન્ડેક્સ – બીએમઆઈ) છે. અને તે મીટરમાં ઊંચાઈના વર્ગ દ્વારા કિલોગ્રામમાં વજનને ભાગવાથી મળે છે. (વજન-કિલો ઊંચાઈ-મીટરનો વર્ગ)

બીએમઆઈ
<18.5 : કુપોષિત
> 25 : વધારે વજન
>30 :સ્થૂળ

વજન કઈ રીતે ઘટાડવું

• તળેલો ખોરાક ઓછો ખાઓ
• ફળો અને શાકભાજી વધારે ખાઓ
• આખું અનાજ, દાળ અને ફણગાવેલા કઠોળ જેવો રેસાથી ભરપૂર ખોરાક વધારે ખાઓ
• શરીરના વજનને સામાન્ય મર્યાદામાં રાખવા માટે નિયમિત કસરત કરો.
• શરીરના વજનમાં ધીમો અને સ્થિર ઘટાડો કરવાની સલાહ છે.
• અત્યંત ઉપવાસ આરોગ્યને નુકસાનકારક છે.
• તમારી શારીરિક પ્રવૃત્તિને સંતુલિત કરવા જરૂરી વૈવિધ્યપૂર્ણ આહાર લો.
• નિયમિત અંતરાલે મર્યાદિત ભોજન ખાવ
• ખાંડ, ચરબીવાળો ખોરાક અને દારુનું સેવન ઘટાડો
• ઓછી ચરબીવાળા દૂધનું સેવન કરો.
• વજન ઘટાડતો આહાર પ્રોટિનથી ભરપૂર અને કાર્બોહાઇડ્રેટ તથા ચરબીમાં ઓછો હોવો જ જોઇએ.

પુરુષો કરતાં મહિલાઓ ત્રણ ગણી વધુ મેદસ્વી

શહેરની મહિલાઓ ગ્રામીણ મહિલાઓ કરતા સરેરાશ વધુ વજન ધરાવે છે. એ તો સ્પષ્ટ છે પરંતુ નવા અભ્યાસના તારણ અનુસાર શહેરની મહિલાઓ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ કરતા ત્રણ ગણી વધુ મેદસ્વી છે.

જાહેર આરોગ્ય પર એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત એક લેખ મુજબ ભારતીય મહિલાઓ પુરુષો કરતા વજનની બાબતમાં ૨.૭૧ ગણી વધુ મેદસ્વી છે. એક નિષ્ણાત એન્ડોક્રાઈનો લોજીસ્ટના કહેવા પ્રમાણે મેદસ્વીતાને લાગે વળગે ત્યાં સુધી વ્યક્તિનું લિંગ મહત્વનો ભાગ ભજવે છે અને પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ વજન ધરાવતી હોય છે.

જેમ જેમ ભારતીય સમાજમાં વિવિધ ઈલેક્ટ્રોનિક ગેઝેટસનો વ્યાપ વધી રહ્યો છે એમ એમ ભારતમાં શહેરમાં રહેતી મહિલાઓનું સરેરાશ વજન ઝડપથી વધી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ટરનેટના વપરાશનો પણ સીધો સંબંધ મહિલાઓના વજન સાથે છે એવું પ્રતિપાદન એમણે કર્યું હતું.

હકીકતમાં મહિલાઓને કામ કરવાની ઘણી બધી બાબતો હવે યાંત્રિક અથવા ઈલેક્ટ્રોનિક્સ ધરાવતી થઈ ગઈ છે. કપડાં ધોવા, ઝાડું મારવું અને વાસણો ધોવાની જહેમત પણ હવે શહેરની મહિલાઓ ઉઠાવતી નથી અને બધુ જ કામ માત્ર એકાદુ બટન દબાવીને કરી દે છે.

આ સંદર્ભે કરવામાં આવેલા બીજા અભ્યાસના તારણ મુજબ ગ્રામીણ મહિલાઓ ‘એનઈએટી’ના ક્રમાંકમાં શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓ કરતા વધુ આગળ છે. એનઈએટીના અર્થ અગ્રેજીમાં નોન-એક્સરસાઈઝ એક્ટીવીટી થર્મોજિનેસીસ એમ થાય છે.

સામાન્ય જીવનમાં ખાતા-પિતા કે સૂતા ન હોય એ દરમિયાન વાપરવામાં આવતી ઉર્જાની દ્રષ્ટિએ પણ ગ્રામીણ મહિલાઓ શહેરોની મહિલાઓ કરતા વધુ કેલેરી બાળે છે. રોજિંદા કામકાજ દરમિયાન ગ્રામીણ મહિલાઓના એનઈએટી સ્કોર ૨૦૦૦ છે જ્યારે શહેરી મહિલાઓ માત્ર ૮૦૦નો ગુણાંક ધરાવે છે.

દિલ્હી સ્થિત એક ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે દેશની દસ ટકા વયસ્ક મહિલાઓનું વજન હોવું જોઈએ એના કરતા વધારે છે અને બીજા અર્થમાં આ મહિલાઓ મેદસ્વી છે. પણ શહેરી આંકડો સરેરાશ આંકડા કરતા ક્યાંય વધારે છે અને ત્રીસ ટકા ‘અર્બન’ મહિલાઓ વધુ વજન ધરાવતી મહિલાઓની શ્રેણીમાં આવે છે. સામાન્ય ગણત્રી પ્રમાણે ભારતમાં પ્રતિ દસ મહિલાઓમાંથી દર એક મહિલાનો બોડી માસ ઈન્ડેક્સ ૨૪ કરતા વધુ છે.

જોકે પેટની આસપાસ જમા થયેલી ચરબીના સ્તરને ધ્યાનમાં લેતા દર દસ શહેરી મહિલાઓમાંથી ચાર મહિલાઓના પેટ આસપાસની ચરખી હોવી જોઈએ એની કરતા અનેકગણી વધુ છે. ઘણા બધા રોગોનું આ ઉદ્ગમસ્થાન છે.

મેદસ્વી હોવું અને પેટ તથા કમરની આસપાસ થતો ચરબીનો ભરાવો જાહેર આરોગ્ય માટે એક પડકારજનક બાબત છે કારણ કે આનો સીધો સંબંધ બ્લપ્રેશર, ડાયાબિટીસ, હૃદયને લગતા રોગો સાથે સ્થાપિત થયો છે.

વિશ્વના અનેક દેશો પેકેજ ફૂડમાં નમક, મોટી માત્રામાં ખાંડ ધરાવતા પીણા તથા ટ્રાન્સફેટ ધરાવતા ખાદ્યપદાર્થો પર જાહેર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યા છે. મેક્સીકો દેશની કુલ વસતીના ૩૨ ટકા વ્યસ્કો મેદસ્વી છે. મેદસ્વીતાને અંકુશમાં લેવા માટે મેક્સીકોની સરકારે જે નાગરિકો માત્ર દસ ઉઠકબેઠક કરે એમને મેટ્રોની મફત ‘રાઈડ’ આપવાની ઓફર કરી છે.
જોકે ભારતમાં મેદસ્વીતા અને એની આરોગ્ય પર થતી અસરો અંગે જાગરુકતાનો સદંતર અભાવ છે એમ કહી શકાય. ભારતના શહેરી વિસ્તારોમાં સુખી અને સમૃદ્ધ રહેવાસીઓમાં યોગ્ય સમજ, કેળવણી અને જાગરુકતાના અભાવે મેદસ્વીપણુ વધતું જાય છે અને અદોદળા હોવાને કારણે થનારા ‘લાઈસ્ટાઈલ’ રોગોની સંખ્યા પણ વધતી જાય છે. આરોગ્યને લઈને જાહેર નીતિની રચના કરનારાઓ સમક્ષ આ એક મોટો પડકાર છે.

સમય આવી ગયો છે કે ભારતના નીતિના ઘડવૈયા ‘ઓબેસિટી’ને અંકુશમાં લાવવાના હેતુથી એક સર્વગ્રહી નીતિની રચના કરે અને લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને જાગરુક કરે. મહિલાઓને લક્ષ્ય બનાવવાનો ફાયદો એ થશે કે આનાથી માત્ર મહિલાઓની ચયાપચયની ક્રિયામાં વધારો ન નોંધાતા સમસ્ત કુટુંબ પર આની સર્વગ્રાહી અને હકારાત્મક અસર પડશે.

સવારે નાસ્તો નહિ કરતાં બાળકો જલદી મેદસ્વી બની શકે

તાજેતરમાં લંડન ખાતે કરાયેલા એક અભ્યાસ પ્રમાણે દરરોજ સવારે નાસ્તો ન કરતાં બાળકોની મેદસ્વી થવાની શક્યતા બમણી થઈ જાય છે. તો સામે દરરોજ સવારે નાસ્તો કરતાં બાળકો બપોરે ઓછું જમે છે અને બે ભોજન વચ્ચે નાસ્તો કરવાની ટેવ પણ તેમને નથી હોતી.

તજજ્ઞોએ આ અભ્યાસ માટે આ શતાબ્દિના શરૃઆતના બે વર્ષમાં જન્મેલા અને પાંચ વર્ષની ઉમરના ૧૫ હજાર જેટલા બાળકો પસંદ કરાયા હતાં અને તેમનું વજન તથા માપ લેવાયું હતું.
આ અભ્યાસના અંતે એવું તારણ નિકળ્યું હતું કે જે બાળકો સામાન્ય રીતે સવારે નાસ્તો કરતાં નહોતા તેઓ સામાન્ય વજન ધરાવતા બાળકો કરતાં બમણા મેદસ્વી હતાં.

સંશોધનકર્તાઓએ એવું તારણ પણ કાઢ્યું હતું કે જેમના માતાપિતા વ્યવસાય કરતાં હતાં તેના કરતા બેરોજગાર માતાપિતાવાળા નાસ્તો નહીં કરતા બાળકોની સંખ્યા ત્રણ ગણી હતી. અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે શાળાએ જવાનું શરૃ કરવાની ઉંમરે દર પાંચમાંથી એક બાળકનું વજન વધારે હતું અથવા તો તે મેદસ્વી હતું.

છોકરીઓમાંથી ૧૭ ટકા કરતાં પણ વધારે અને છોકરાઓમાં ૧૩.૫ ટકા જેટલાનું વજન વધારે હતું અને વધારાની ૬ ટકા છોકરીઓ અને ૫ ટકા છોકરાઓ મેદસ્વી હતાં.

આ અભ્યાસના અધ્યક્ષ એવા એક અધ્યાપકે જણાવ્યું હતું કે ”આવું બનવાનું કારણ એ હોઈ શકે કે આ બાળકો સવારે નાસ્તો કરવાનો સમય મળી રહે તેટલા વહેલાં ઉઠતાં જ નહીં હોય. અને તેથી જ નાસ્તો નહીં કરનારા બાળકો અને પુખ્તોને બપોરના ભોજન પહેલાં ખૂબ ભૂખ લાગી જાય છે અને તેઓ ભૂખ ભાંગવા માટે ચરબી અને ખાંડથી ભરપુર એવો નાસ્તો આરોગે છે.

આ વાત મેદસ્વીપણા અને સવારે નાસ્તો નહીં કરવાની ઘટનાને સાંકળવામાં મદદરૃપ થઈ શકે છે.” તજજ્ઞએ એવું પણ જણાવ્યું હતું કે ”પોતાના બાળકોને સવારમાં નાસ્તો આપવામાં નિષ્ફળ જતાં માતાપિતા સામાન્ય રીતે પોષણ પ્રત્યે ઉદાસીન હોય છે.” લંડનની યુનિવર્સિટીના આ તજજ્ઞ એવું પણ જણાવે છે કે પૌષક આહાર પૂરો પાડવા માટેની અક્ષમતા જેવા આર્થિક દબાણોના કારણે વજન વધતું હોય તેવું લાગતું નથી…

Excerpts

Table of Contents

Share on:
Recent posts