પથરી
આ કીડની, મૂત્રવાહિની કે મૂત્રાશય જેવા મૂત્ર વહનપંથમાં થાય છે. પથરી ગોલબ્લેડરમાં પણ થતી હોય છે. પેશાબમાં જોઈતા પ્રમાણમાં ક્ષાર હોય છે. પેશાબમાં ક્ષારનું પ્રમાણ વધતા તે જમા થઈ તે બને છે.પથરીની તકલીફ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકોમાં પણ તે થવાનો સંભવ રહે છે.તેના થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પથરી થવાના કારણો
(૧) મુત્રવહન તંત્રમાં ચેપ (૨) પેશાબની હાજતની રોકવાની ટેવ (૩) પેપ્ટીક અલ્સર કે એસિડીટીની તકલીફમાં વધારે પ્રમાણમાં આલ્કલાઈન દવાઓ લાંબા સમય સુધી લેવાથી પથરી થવાની શક્યતા રહે છે. (૪) જલત પેશાબ થવો (૫) દૂધનું પ્રમાણ ઓછું લેવાથી (૬) વિટામીન ઘ ઓછું લેવાથી (૭) હાડકાના ફ્રેક્ચરને લીધે કે લકવા જેવી બીમારીને લીધે દર્દી પથારીવશ હોવાથી હલનચલન કરી શકતું ન હોવાથી તેના થવાની શક્યતા રહે છે. (૮) સલ્ફે જેવી ગોળીઓ લાંબા સમય સુધી લેવાથી લાંબાગાળે પથરી થવાની સંભાવના રહે છે. પથરી કીડનીમાં હોય તો દુ:ખાવો ઓછો થાય છે. સાધારણ કમરનો દુખાવો રહે છે. થકાવટ કે આંચકો લાગવાથી દુખાવો થાય છે. પેશાબમાં ચીકાસ અને લોહી જાય છે.પથરી મુત્રપ્રવાહના માર્ગમાં હોય તો મુત્રપ્રવાહમાં અવરોધ થાય છે. પેશાબ અટકીને તથા ટીંપેટીંપે થાય છે. તે મુત્રવાહિનીમાં હોય છે ત્યારે ખુબજ દુખાવો થાય છે. તેના માર્ગમાંથી ખસી જવાથી દુ:ખાવો ઓછો થાય. દર્દીને ઊલટી ઊબકા પણ થાય છે. પેશાબ ટીંપેટીંપે આવતો હોય છે.પથરીના દર્દીએ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું જરૃરી છે. પાણી, નાળિયેર પાણી, જવનું પાણી વધારે પ્રમાણમાં લેવાથી રાહત થાય છે.
ઘરગથ્થુ ઉપચાર
૧) ગોખરુ ચૂર્ણ મધ સાથે લેવું.૨) રોજ હિમેજ લેવાથી ફાયદો થાય છે.૩) કળીયો કાઢો સવાર સાંજ લેવો.
હોમિયોપેથિક ઈલાજ :
(૧) બરબેરીસ વલ્ગારીસ :
પથરી માટે ઉત્તમ દવા છે. દુખાવો ડાબી બાજુએ હોય, દુખાવો કીડનીમાં ભાગ તરફ પ્રસરતો હોય વારંવાર પેશાબ લાગે છે. જમણી બાજુના ભાગમાં પણ સારું કામ આપે છે. દુ:ખાવામાં મધરટીચર ૧૦-૧૦ ટીપા દર ૧૫ મિનિટે આપવાથી તાત્કાલિક રાહત થાય છે.
(૨) ઓસીમમકેન (તુલસી) :
અસહ્ય વેદના હોય દર્દી તરફડિયા મારતો હોય, બેવડા વળી જાય, પેશાબમાં લાલ કણ હોય પેશાબમાં તળિયે ક્ષાર જામી જાય છે.
(૩) ટ્રીબ્યુનલ (ગોખરુ) :
કીડનીમાં અથવા પેશાબની નળીમાં પથરી હોય પેશાબ ટીંપે ટીંપે અટકીને આવે. મધરટીચરના ૧૦ થી ૧૧ ટીંપા ત્રણ વાર આપવાથી રાહત થાય છે.
(૪) સારસાપરીલા :
પેશાબમાં તળીયે સફેદ મેલ જામી જાય, પેશાબ ચુના પાણી જેવો થાય, પેશાબ ઓછા પ્રમાણમાં અટકીને આવે, બળ કરવું પડે.
(૫) ટેરેબીન્થ :
કીડનીની આજુબાજુના ભાગમાં દુ:ખાવો થાય છે, પેશાબમાં આલ્બુમીન તથા લોહી જવાથી લાલાશ પડતો પેશાબ થાય, પથરી અટકાવવા માટે આ દવા ૧૦૦૦ માત્રામાં લેવાથી ફાયદો કરે છે.
(૬) કોસ્ટીકમ :
પેશાબ ટીંપેટીંપે આવે, સુતા હોય ત્યારે દુ:ખાવો થાય છે. દુ:ખાવો પેટના ભાગમાં થઈ વૃષણ સુધી ફેલાય.
(૭) એસીડ ફોસ :
પેશાબમાં ફોસ્ફેટ જાય.
(૮) લીથીયમ કાર્બ :
મૂત્રાશયની પથરી પર સારું કામ આપે છે. આ ઉપરાંત લપકોપોડિયમ બ્રીમાઈડ અને કેન્થારીસ જેવી દવા પણ અસરકારક છે. ઉપરોક્ત દવામાંથી કોઈપણ એક દવા ૩૦ પાવરની દવા અઠવાડિયે એકવાર લાંબો સમય લેવાથી માત્ર માર્ગમાં થતી પથરી નાબુદ કરી શકાય છે.
Frequently Asked Questions (FAQ)
પથરી શું છે?
પથરી એ કઠણ ખનિજ ક્ષારના જથ્થા છે જે કિડનીમાં રચાય છે. તે કદમાં નાના કાંકરાથી લઈને મોટા ગોલ્ફ બોલ જેટલા મોટા હોઈ શકે છે.
જો મને પથરી હોવાની શંકા હોય તો મારે શું કરવું જોઈએ?
જો તમને પથરી હોવાની શંકા હોય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તેઓ તમારા લક્ષણોનું મૂલ્યાંકન કરી શકશે અને યોગ્ય સારવારની ભલામણ કરી શકશે.
પથરીના કારણો શું છે?
ઘણા કારણો હોઈ શકે છે પથરીના ,જેમાં ડિહાઇડ્રેશન, પારિવારિક ઇતિહાસ, ચોક્કસ આહાર, કેટલીક તબીબી પરિસ્થિતિઓ અને કેટલીક દવાઓનો સમાવેશ થાય છે.
પથરીના લક્ષણો શું છે?
લક્ષણો
તીવ્ર પીઠ અથવા પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, વારંવાર પેશાબ કરવાની અરજ, પેશાબમાં લોહી અને તાવનો સમાવેશ થઈ શકે છે.
હોમિયોપેથી પથરીના દુખાવામાં કેવી રીતે મદદ કરી શકે?
હોમિયોપેથી પથરીને કારણે થતા દુખાવા, બળતરા અને ખેંચાણ જેવા લક્ષણોથી રાહત આપવામાં મદદ કરી શકે છે. તે પથરીને પસાર થવામાં પણ મદદ કરી શકે છે, જેનાથી દુખાવો ઓછો થાય છે.
પથરી માટે કઈ હોમિયોપેથિક દવાઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે?
કેટલીક સામાન્ય હોમિયોપેથિક દવાઓમાં બર્બેરિસ વલ્ગારિસ, કેન્થારિસ, લાયકોપોડિયમ, સરસાપરિલા અને ઓક્સાલિક એસિડનો સમાવેશ થાય છે. જો કે, ચોક્કસ દવાની પસંદગી વ્યક્તિના લક્ષણો અને બંધારણ પર આધારિત છે.