પથરી

You are here:
Stone Definition Symptoms Cause Diet Homeopathic Medicine Treatment Homeopathy Doctor Clinic in Rajkot Gujarat India

પથરી

પથરી કીડની, મૂત્રવાહિની કે મૂત્રાશય જેવા મૂત્ર વહનપંથમાં થાય છે. પથરી ગોલબ્લેડરમાં પણ થતી હોય છે.
 
પેશાબમાં જોઈતા પ્રમાણમાં ક્ષાર હોય છે. પેશાબમાં ક્ષારનું પ્રમાણ વધતા તે જમા થઈ તે બને છે.
પથરીની તકલીફ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકોમાં પણ તે થવાનો સંભવ રહે છે.
તેના થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પથરી થવાના કારણો

(૧) મુત્રવહન તંત્રમાં ચેપ
 
(૨) પેશાબની હાજતની રોકવાની ટેવ
 
(૩) પેપ્ટીક અલ્સર કે એસિડીટીની તકલીફમાં વધારે પ્રમાણમાં આલ્કલાઈન દવાઓ લાંબા સમય સુધી લેવાથી પથરી થવાની શક્યતા રહે છે.
 
(૪) જલત પેશાબ થવો
 
(૫) દૂધનું પ્રમાણ ઓછું લેવાથી
 
(૬) વિટામીન ઘ ઓછું લેવાથી
 
(૭) હાડકાના ફ્રેક્ચરને લીધે કે લકવા જેવી બીમારીને લીધે દર્દી પથારીવશ હોવાથી હલનચલન કરી શકતું ન હોવાથી તેના થવાની શક્યતા રહે છે.
 
(૮) સલ્ફે જેવી ગોળીઓ લાંબા સમય સુધી લેવાથી લાંબાગાળે પથરી થવાની સંભાવના રહે છે.
 
પથરી કીડનીમાં હોય તો દુ:ખાવો ઓછો થાય છે. સાધારણ કમરનો દુખાવો રહે છે. થકાવટ કે આંચકો લાગવાથી દુખાવો થાય છે. પેશાબમાં ચીકાસ અને લોહી જાય છે.
પથરી મુત્રપ્રવાહના માર્ગમાં હોય તો મુત્રપ્રવાહમાં અવરોધ થાય છે. પેશાબ અટકીને તથા ટીંપેટીંપે થાય છે. તે મુત્રવાહિનીમાં હોય છે ત્યારે ખુબજ દુખાવો થાય છે. તેના માર્ગમાંથી ખસી જવાથી દુ:ખાવો ઓછો થાય. દર્દીને ઊલટી ઊબકા પણ થાય છે. પેશાબ ટીંપેટીંપે આવતો હોય છે.
પથરીના દર્દીએ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું જરૃરી છે. પાણી, નાળિયેર પાણી, જવનું પાણી વધારે પ્રમાણમાં લેવાથી રાહત થાય છે.

ઘરગથ્થુ ઉપચાર

૧) ગોખરુ ચૂર્ણ મધ સાથે લેવું.
૨) રોજ હિમેજ લેવાથી ફાયદો થાય છે.
૩) કળીયો કાઢો  સવાર સાંજ લેવો.

હોમિયોપેથિક ઈલાજ :

(૧) બરબેરીસ વલ્ગારીસ : પથરી માટે ઉત્તમ દવા છે. દુખાવો ડાબી બાજુએ હોય, દુખાવો કીડનીમાં ભાગ તરફ પ્રસરતો હોય વારંવાર પેશાબ લાગે છે. જમણી બાજુના ભાગમાં પણ સારું કામ આપે છે. દુ:ખાવામાં મધરટીચર ૧૦-૧૦ ટીપા દર ૧૫ મિનિટે આપવાથી તાત્કાલિક રાહત થાય છે.
 
(૨) ઓસીમમકેન (તુલસી) : અસહ્ય વેદના હોય દર્દી તરફડિયા મારતો હોય, બેવડા વળી જાય, પેશાબમાં લાલ કણ હોય પેશાબમાં તળિયે ક્ષાર જામી જાય છે.
 
(૩) ટ્રીબ્યુનલ (ગોખરુ) : કીડનીમાં અથવા પેશાબની નળીમાં પથરી હોય પેશાબ ટીંપે ટીંપે અટકીને આવે. મધરટીચરના ૧૦ થી ૧૧ ટીંપા ત્રણ વાર આપવાથી રાહત થાય છે.
 
(૪) સારસાવરીલા : પેશાબમાં તળીયે સફેદ મેલ જામી જાય, પેશાબ ચુના પાણી જેવો થાય, પેશાબ ઓછા પ્રમાણમાં અટકીને આવે, બળ કરવું પડે.
 
(૫) ટેરેબીન્થ : કીડનીની આજુબાજુના ભાગમાં દુ:ખાવો થાય છે, પેશાબમાં આલ્બુમીન તથા લોહી જવાથી લાલાશ પડતો પેશાબ થાય, પથરી અટકાવવા માટે આ દવા ૧૦૦૦ માત્રામાં લેવાથી ફાયદો કરે છે.
 
(૬) કોસ્ટીકન : પેશાબ ટીંપેટીંપે આવે, સુતા હોય ત્યારે દુ:ખાવો થાય છે. દુ:ખાવો પેટના ભાગમાં થઈ વૃષણ સુધી ફેલાય.
 
(૭) એસીડ ફોસ : પેશાબમાં ફોસ્ફેટ જાય.
 
(૮) લીથીવમ કાર્બ : મૂત્રાશયની પથરી પર સારું કામ આપે છે. આ ઉપરાંત લપકોપોડિયમ બ્રીમાઈડ અને કેન્થારીસ જેવી દવા પણ અસરકારક છે.
 
ઉપરોક્ત દવામાંથી કોઈપણ એક દવા ૩૦ પાવરની દવા અઠવાડિયે એકવાર લાંબો સમય લેવાથી માત્ર માર્ગમાં થતી પથરી નાબુદ કરી શકાય છે.

Excerpts (Summary)

Table of Contents

Share on:
Recent posts
Last Updated Posts