સાંધાના દુઃખાવા

You are here:

The સાંધાના દુઃખાવા:

સાંધાના દુઃખાવા

માનવ શરીરમાં નાના મોટા મળીને ૨૦૬ હાડકા છે જેમાં
૨૨ ખોપરીના અને મોંના,
૬ કાનના,
૧ ગળાનું,
૪ ખભાના,
૨૫ છાતીના,
૨૬ કરોડરજ્જુના,
૬ હાથના અને બાવડાના,
૫૪ હાથના,
૨ પેલ્વીસ (થાપાના),
૮ પગના, પર પગના પંજાના ગણી શકાય.

સાંધો (જોઇન્ટ)

આ હાડકા એક બીજા સાથે જોડાય તેને હાડકાનો સાંધો (જોઇન્ટ) કહેવાય. માનવ શરીરમાં આવા ૩૬૦ સાંધા (જોઇન્ટ) છે આમાં અમુક હાડકાનું હલનચલન નથી હોતું તેવા ૮૬ ખોપરીના સાંધા છે. જ્યારે આ સિવાયના બાકીના જેનું હલનચલન થાય છે તેવા છ ગળાના, ૬૬ છાતીના, ૭૬ કરોડરજ્જુના અને પેલ્વીસ (થાપા)ના, ૬૪ બન્ને હાથના અને ૬૨ બન્ને પગના મળીને ૨૭૪ સાંધા છે. આ બધા જ સાંધા બે હાડકા સાથે સ્નાયુ, લીગામેન્ટ અને ટેન્ડનથી જોડાયેલા છે. જ્યારે આપણે સાંધાના દુઃખાવાની વાત કરીએ ત્યારે આટલા બધા (૨૭૪) સાંધાની વાત કરીએ છીએ. બધા જ સાંધાના દુઃખાવાની વાત સ્થળસંકોચને કારણે કરી ના શકાય.

સાંધાના દુઃખાવામાં મુખ્ય કારણ

કોઈ પણ સાંધાના દુઃખાવામાં મુખ્ય કારણ સાંધાનો સોજો અથવા આર્થારાઇટીસ કહેવાય આ સોજો અથવા ચેપ વાયરસથી થાય જે શરીરમાં બીજા કોઈ અંગમાં ચેપ લાગ્યો હોય ત્યારે થાય આમાં
૧. લીવરનો સોજો,
૨. ફ્લુ,
૩. બળીયા,
૪. મમ્પ્સ (ગાલપચોળું),
૫. રૃમેટીક ફીવર,
૬. ચીકન પોક્સ,
૭. રૃબેલા
૮. હાડકાનો ચેપ (ઓસ્ટીઓમાઇલાઇટીસ) કોઇકવાર એક્સીડંટથી હાડકા ભાગ્યા હોય (ફ્રેક્ચર),
૯. સાંધાને વધારે વાર શ્રમ પડયો હોય કે ખેંચાઈ ગયો હોય ત્યારે
૧૦. રૃમેટાઇડ આર્થાઇટીસ,
૧૧. બે હાડકાની વચ્ચે રહેલો બર્સાનો સોજો ‘બર્સાઇટીસ’,
૧૨. ગાઉટ,
૧૩ પેરેલા (ઢાંકણી)નો સોજો (કોન્ડ્રોમેલીશીઆ પેરેલા),
૧૪. ટેન્ડન ઉપર સોજો (ટેન્ડેનાઇટીસ),
૧૫. સાંધાનો સોજો (સેપ્ટીક આર્થાઇટીસ) દરેક સાંધામાં હાડકા સાથે કાર્ટલેજ, ટેન્ડન, લીગામેન્ટ, ગાદી જેવા બર્સા વગેરે તેમજ લોહીની નળીઓ (વેઇન- આર્ટરી) જ્ઞાાનતંતુ હોય છે આ બધામાં ઇજા અને ચેપથી દુઃખાવો થાય.

સાંધાના દુઃખાવાના કેટલા પ્રકાર છે.

(૧) ઘુંટીનો (એન્કલ)નો દુઃખાવો

સામાન્ય રીતે એન્કલસ્પ્રેઇન (ઘૂંટીનો સાંધો ખેંચાઈ જવો) અને ટેન્ડાનાઇટીસ કોઈ વખત ચાલતી વખતે ધ્યાન ન હોય ત્યારે અથવા ખાડાટેકરાવાળી જગા ઉપર ચાલતી વખતે એક બાજુ પંજો વળી જાય ત્યારે એન્કલ સ્પ્રેઇન થાય માઇલ્ડ એટલે કે સાધારણ સ્પ્રેઇન એને કહેવાય કે ૨૪ કલાકથી વધારે દુખાવો રહે અને તમે ચાલી પણ શકો નહીં તો ડોક્ટરની સલાહ લેવી પડે.

(૨) આર્થાઇટીસ ઃ

એક અથવા વધારે સાંધામાં ચેપ લાગી સોજો (ઇન્ફલેમેશન) થયો હોય ત્યારે સાંધો અક્કડ થઈ જાય સોજો આવે. સાંધાને અડો તો ગરમ લાગે અને ઉપરની ચામડી લાલ થઈ જાય અને ખૂબ દુઃખાવો થાય. પુરૃષો- સ્ત્રીઓ, બાળકો બધામાં થાય તાત્કાલીક નિષ્ણાત ડોક્ટરને મળવું પડે.

(૩) એસેપ્ટીક નેક્રોસીસ ઃ

આને ‘એવાસ્ક્યુલર નેક્રોસીસ’ પણ કહે છે જ્યારે સાંધાને કોઈ કારણસર લોહી ના મળે ત્યારે આ પ્રકારની તકલીફ થાય આમાં કોઈવાર દુઃખાવો થાય કોઈવાર ન થાય જ્યારે લોહી ના મળે ત્યારે હાડકાના જે ભાગને લોહી ના મળે તે ભાગ ‘ડેડ’ (નાશ પામે) ઈજા થાય. આ પરિસ્થિતિ લાંબી ચાલે તો ‘ડેડ’ થયેલા હાડકા નબળા પડી તેનું કામ ન કરી શકે.

(૪) કોણીનો દુઃખાવો ઃ

મોટે ભાગે આ દુઃખાવો કોણીના હાડકા પાસે આવેલા ટેન્ડનના સોજાને કારણે થાય. આ સાંધામાં ત્રણ હાડકા રેડીઅસ અલ્ના અને હ્યુમરસ ભેગા થાય છે. આ ઠેકાણે આગળ પાછળ વાળવાની ક્રિયા તથા ગોળ ફરવાની ક્રિયા થાય છે અહીં બંને બાજુના હાડકામાં કે તેમને જોડતા સાંધામાં સોજો આવે ત્યારે કોણીનો દુઃખાવો થાય છે આને ‘ટેનીસ એલ્બો’ એવું નામ પણ આપેલું છે.

(૫) ફાઇબ્રોમાયેલ્જીઆ ઃ

આમાં દુઃખાવો લાંબા વખત સુધી ચાલુ રહે છે. સાંધો અકડાઈ જાય આ તકલીફમાં સાંધો, આજુબાજુના સ્નાયુ અને ટેન્ડનમાં સોજો ચડે આ રોગમાંં કાયમની ખોડ કે તકલીફ ના રહે સતત દુઃખાવો હોવાથી ઊંઘ ના આવે આ તકલીફ માટે કોઈ તપાસ હોય નહીં ખૂબ થાક લાગે ચિંતા થાય, ડીપ્રેશન આવે આ રોગ થવાનું કારણ ખબર નથી. આમાં સ્નાયુમાં સોજો પણ ઘણીવાર ના હોય આને રૃમેટોઇડ આર્થાઇટીસ ના કહેવાય.

(૬) ફ્રેકચર ઃ

અકસ્માત થાય ત્યારે હાડકા પર બહારનું દબાણ આવે ત્યારે હાડકું તૂટી જાય. ઓપન (ખુલ્લું) ફ્રેક્ચરમાં બહારની ચામડી તૂટી જાય અને હાડકા અને સ્નાયુ દેખાય જ્યારે ક્લોઝ (બંધ) ફ્રેક્ચરમાં હાડકું અંદર તૂટે પણ બહાર દેખાય નહીં. હાડકાનું બંધારણ કેલ્શિયમને કારણે હોય જેની ઉપર હોર્મોનનો કંટ્રોલ હોય હાડકામાં કેલ્શિયમ ઓછું થાય ત્યારે પણ હાડકા નબળા પડી જાય અને કોઈવાર સાંધાના વજનથી પણ તૂટી જાય જ્યારે હાડકા તૂટે ત્યારે પણ દુઃખાવો થાય.

(૭) ગાઉટ ઃ

જ્યારે યુરીક એસિડના ક્રિસ્ટલ જ્યારે ભેગા થાય ત્યારે પગના અંગૂઠાના અથવા આંગળીઓના સાંધામાં દુઃખાવો થાય. આ યુરીક એસિડનું પ્રમાણ સમયસર સારવાર કરવામાં ન આવે તો વધ્યા કરે અને વ્યક્તિ ઉભો થઈ ના શકે. આ રોગ વારસાગત હોય વજન વધારે હોય ત્યારે, દારૃ પીવાની અને નોન વેજીટેરીયન વસ્તુ ખાવાની ટેવ હોય, બી.પી. વધારે હોય ત્યારે અને કોર્નસીરપ જેમાં આવે તેવા તૈયાર સોફ્ટ ડ્રીંક્સ વધુ લેવાના થાય, તાવ આવ્યો હોય, શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય, ઇજા થઈ હોય ત્યારે યુરીક એસિડ વધે અને શરીરના ખાસ કરીને પગની આંગળીઓના અંગુઠાના સાંધામાં દુઃખાવો થાય કોઈ વખત યુરીક એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે ટોફી ક્રિસ્ટલ દેખાય.

(૮) ઘૂંટણની ઇજાઓ ઃ

રમતગમતમાં વોલીબોલ, સ્કાઇંગ ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે રમતોમાં ઘૂંટણની ઈજા થવાની શક્યતા વધારે હોય છે આમાં ‘મેનીસ્કસ’ તૂટી જાય છે. આમાં ઘૂંટણમાં સખત દુઃખાવો થાય છે. મેનીસ્કસ એક પાતળું પડ (કાર્ટિલેજ) છે જે ઘૂંટણના સાંધાને યોગ્ય મુવમેન્ટ આપે છે અને ઉપરના (ફીમર) નીચેના (ટીબીસા) હાડકા સાથે ઘસાતા અટકાવે છે. જ્યારે એનીસ્કસ તૂટે ત્યારે ઢીંચણમાં દુઃખે સોજો આવે સાંધો (ઘૂંટણ)નો વાળી ના શકાય સાંધો લોક થઈ જાય દુઃખાવો ઘણો થાય.

(૯) રૃમેટીક આર્થાઇટીસ ઃ

આ એક ‘ઓટો ઇમ્યુનડીસીઝ’ છે જેમાં આખા શરીરના બધા જ સાંધામાં વારાફરતી સખત દુઃખાવો થાય એટલે એને ફરતો ,’વા’ કહે છે. દરેકને (સ્ત્રી-પુરુષ, બાળકો) થઈ શકે થોડો વખત મટી પણ જાય ચાલુ રહે છે ત્યારે ‘સીમેટ્રીકલ’ બન્ને હાથની આંગળીઓ- કાંડા- કોણી- ખભો અથવા બંને પગના થાપાના સાંધા અને પગના ઢીંચણ- બન્ને પગની ઘૂંટી અને આંગળીઓમાં થાય દુઃખાવા માટે ‘એનેસ્થેસીક્સ’ આપવામાં આવે. જેટલી જલ્દી ફીઝીયોથેરાપી (કસરત) કરવામાં આવે તેટલું જલદી સારું લાગે શરીરના સાંધા ઉપર કોલેજન નામનું પ્રોટીન જામી જવાથી થાય.

(૧૦) સેપ્ટીક આર્થાઇટીસ ઃ

આ જાતના દુઃખાવામાં બેક્ટેરીયા- વાયરસ કે ફન્ગસથી ચેપ લાગે ત્યારે સોજો આવે પાણી ભરાય, લેબોરેટરી તપાસથી ખબર પડે કે આ સાંધામાંથી ખેંચેલ પાણીમાં કયા પ્રકારના જંતુ છે. આ મુખ્ય ૧૦ કારણો સાંધાના દુઃખાવાના જણાવ્યા આ સિવાય ઃ ૧. બર્સાઇટીસ (બે સાંધાની વચ્ચે ગાદીનો સોજો) ૨. હેનોથ પુરપુર ૩. ઇ.બી.ઓ. ટીબીલીસ બેન્ડ સિન્ડ્રોમ ૪. બોનટયુમર ૫. કાર્ટિલેજ તૂટી જવું, ૬. સાઇનોવી અલ કેન્સર ૭. સેફો સિન્ડ્રોમ ૮. પ્લાન્ટથોજ સિન્ડ્રોમ, ૯. સો જોન સિન્ડ્રોમ ૧૦. સ્યુડોગાઉડ- આવા બીજા ઘણા કારણોથી તમારા શરીરના સાંધા દુઃખે.

સાંધાનો દુઃખાવો ક્યારે થાય ?

આટલું વાંચ્યા પછી તમને ખ્યાલ આવે છે ને પેલી ઉક્તિ કે ‘સાંધા એટલા વાંધા’ હવે એક જ સાંધાનો દાખલો લઈએ તો બે હાડકા જ્યારે જોડાય અને તેમને હલનચલન કરાવવું હોય તો તેમાં બે હાડકા ઉપરાંત કાર્ટાલેજ જેે ગાદી તરીકે કામ કરે લીગમેન્ટ જે બન્ને હાડકાને જોડવાનું કામ કરે વચ્ચે પ્રવાહી ભરેલા નાના ફુગ્ગા હોય જેને બર્ઝા કહેવાય આ ઉપરાંત ટેન્ડન અને સ્નાયુ પણ હોય જ્યારે જ્યારે આ પાંચ વસ્તુને ઇજા થાય ચેપ લાગે સોજો આવે અને પાણી ભરાય ત્યારે સાંધાનો દુઃખાવો થાય.
સાંધાના દુઃખાવાના લક્ષણો (જનરલ)
સાંધા ગરમ લાગે થોડા પણ હલનચલનથી દુઃખે ઉપરની ચામડી લાલ થઈ ગઈ હોય.

ડોક્ટર પાસે ક્યારે જશો ?

એક અઠવાડિયાથી સમય વધારે થયો હોય અને દુઃખાવો ચાલુ હોય. તમને કારણની ખબર ના હોય અને આ દુઃખાવાને કારણે તમે બહાર ના જઈ શકો ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
સાંધાના દુઃખાવાનું નિદાન કેવી રીતે થાય ?
૧. દરદીને દુઃખાવો કેવી રીતે થયો તેની વિગત ડોક્ટરને આપે (વાગવાથી- પડી જવાથી- તાવ આવેલો- કેવી રીતે રાહત થાય છે કેવી રીતે દુઃખાવો વધે) છે વગેરે વિગત ડોક્ટરને જણાવવી જોઈએ. ૨. એક્સ-રે અને જરૃર લાગે તો સીટી સ્કેન, એમ.આર.આઇ. કરવા જોઈએ.
સાંધાના દુઃખાવાની સારવાર શું ?
મુળ કારણ જાણ્યા પછી સારવાર આપવી જોઈએ. સામાન્ય રીતે શરુઆતની સારવારમાં ૧. આરામ, ૨. બરફનો શેક, ૩. સોજો ઉતારવાની (એન્ટી ઇન્ફેલમેટરી) દવાઓ આપવી જોઈએ, ૪. આરામ વધારે મદદ કરશે. જો હાડકાનો, લીગામેન્ટ કે કાર્ટલેજને કારણે દુઃખાવો હોય તો સર્જીકલ સારવાર આપવી જરૃરી છે.
દર્દીને ઘેર કઈ સારવાર આપશો ?
૧. દુઃખાવો દૂર કરવાની દવા ૨. બરફ લગાડવો, ૩. તદ્દન આરામ આ ત્રણ સારવાર ઘરે આપવી જોઈએ.
દવાઓ કઈ આપવી જોઈએ ? ઃ
૧. સાંધાનો સોજો થયો હોય તો સોજો ઉતારવાની દવાઓ આપો.
૨. તાવ સાથે દુઃખાવો હોય તો એન્ટીબાયોટીક જરૃર પડે.
૩. લીગામેન્ટ કે કાર્ટલેજને નુકસાન થયું હોય તો સર્જરીની જરૃર પડે.
૪. દુખાવો હોય તો પેઇનકીલર આપવા જોઈએ.
૫. રૃમેટોઇડ અર્થારાઇટીસ હોય તો ‘કોર્ટીસોન’ આપવું પડે.
૬. સોરીઆટીક આર્થ્રાઇટીસ અને એન્કીલોસીન સ્પોન્ડીલાઇટીસ માટે ફીઝીઓથેરાપી આપવી જોઈએ.
સાંધાના દુઃખાવાની (ફોલોઅપ) આગળની સારવાર કઈ
તાવ ગયો હોય તો દવા બંધ કરવી પડે દુખાવો ઓછો હોય તો થોડું હલનચલન કરવું પડે. ડોક્ટરની સલાહ કામ આવે.
સાંધાનો દુઃખાવો ના થાય તે માટે અગમચેતી કઈ
અકસ્માત થાય નહીં તેનું ધ્યાન રાખવું રમતગમતમાં પણ શક્તિ હોય તેટલું જ રમવું નિયમિત કસરત કરી સાંધાને મજબૂત બનાવવા જેથી અકસ્માતમાં પણ ક્ષમતા સારી હોય તો વાંધો ના આવે મોટી ઉંમરે સ્કૂટર ચલાવવું સપોર્ટ વગર ચાલવુ બાથરૃમ કે ભીની જગ્યાએ સાચવીને ચાલવું, ઇમ્યુનીટી વધારવી વગેરે સૂચનાઓ પાળવી.
#સાંધાનો દુઃખાવો કારણો & ઉપાય

Excerpts (Summary)

Table of Contents

Share on:
Recent posts
Featured