સાંધાના દુઃખાવા

You are here:
સાંધાના દુઃખાવા ની હોમિયોપેથિક સારવાર Joint Pain Homeopathic Treatment Mann Homeopathic Clinic

સાંધાના દુઃખાવા

સાંધાના દુઃખાવા: સાંધા આપણને ચાલવા, દોડવા, કામ કરવા જેવી દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરે છે. પરંતુ, ઘણી વખત આ સાંધામાં દુઃખાવો થવાની સમસ્યા ઊભી થાય છે, જેને આપણે સાંધાનો દુઃખાવો (Joint Pain) કહીએ છીએ.

માનવ શરીરમાં નાના મોટા મળીને ૨૦૬ હાડકા છે. જેમાં,
૨૨ ખોપરીના અને મોંના,
૬ કાનના,
૧ ગળાનું,
૪ ખભાના,
૨૫ છાતીના,
૨૬ કરોડરજ્જુના,
૬ હાથના અને બાવડાના,
૫૪ હાથના,
૨ પેલ્વીસ (થાપાના),
૮ પગના, પર પગના પંજાના ગણી શકાય.

સાંધો (જોઇન્ટ)

આ હાડકા એક બીજા સાથે જોડાય તેને હાડકાનો સાંધો (જોઇન્ટ) કહેવાય. માનવ શરીરમાં આવા ૩૬૦ સાંધા (જોઇન્ટ) છે આમાં અમુક હાડકાનું હલનચલન નથી હોતું તેવા ૮૬ ખોપરીના સાંધા છે. જ્યારે આ સિવાયના બાકીના જેનું હલનચલન થાય છે તેવા છ ગળાના, ૬૬ છાતીના, ૭૬ કરોડરજ્જુના અને પેલ્વીસ (થાપા)ના, ૬૪ બન્ને હાથના અને ૬૨ બન્ને પગના મળીને ૨૭૪ સાંધા છે. આ બધા જ સાંધા બે હાડકા સાથે સ્નાયુ, લીગામેન્ટ અને ટેન્ડનથી જોડાયેલા છે. જ્યારે આપણે સાંધાના દુઃખાવાની વાત કરીએ ત્યારે આટલા બધા (૨૭૪) સાંધાની વાત કરીએ છીએ. બધા જ સાંધાના દુઃખાવાની વાત સ્થળસંકોચને કારણે કરી ના શકાય. 

સાંધાના દુઃખાવાના કારણો 

આ દુઃખાવો કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે અને તેના અનેક કારણો હોઈ શકે છે.

આર્થરાઈટિસ (સંધિવા):

  • આ સૌથી સામાન્ય કારણ છે, જેમાં સાંધામાં સોજો આવી જાય છે. આ સોજો ઘસારો, ઈજા, ચેપ અથવા રોગપ્રતિકારક તંત્રની સમસ્યાને કારણે થઈ શકે છે.

ઇજા:

  • અકસ્માત, પડવાથી અથવા રમતગમત દરમિયાન ઈજા થવાને કારણે પણ સાંધામાં દુઃખાવો થઈ શકે છે.

ચેપ:

  • સાંધામાં બેક્ટેરિયા અથવા વાયરસનો ચેપ લાગવાથી પણ સોજો અને દુઃખાવો થઈ શકે છે.

અન્ય કારણો:

  • ગાઉટ, ફાઈબ્રોમાયલ્જીઆ, ટેન્ડિનાઈટિસ, બર્સાઈટિસ વગેરે પણ સાંધાના દુઃખાવાના કારણો હોઈ શકે છે.

સાંધાના દુઃખાવા માં મુખ્ય કારણ

કોઈ પણ સાંધાના દુઃખાવામાં મુખ્ય કારણ સાંધાનો સોજો અથવા આર્થારાઇટીસ કહેવાય આ સોજો અથવા ચેપ વાયરસથી થાય જે શરીરમાં બીજા કોઈ અંગમાં ચેપ લાગ્યો હોય ત્યારે થાય આમાં

૧. લીવરનો સોજો,
૨. ફ્લુ,
૩. બળીયા,
૪. મમ્પ્સ (ગાલપચોળું),
૫. રૃમેટીક ફીવર,
૬. ચીકન પોક્સ,
૭. રૃબેલા
૮. હાડકાનો ચેપ (ઓસ્ટીઓમાઇલાઇટીસ) કોઇકવાર એક્સીડંટથી હાડકા ભાગ્યા હોય (ફ્રેક્ચર),
૯. સાંધાને વધારે વાર શ્રમ પડયો હોય કે ખેંચાઈ ગયો હોય ત્યારે
૧૦. રૃમેટાઇડ આર્થાઇટીસ,
૧૧. બે હાડકાની વચ્ચે રહેલો બર્સાનો સોજો ‘બર્સાઇટીસ’,
૧૨. ગાઉટ,
૧૩ પેટેલા (ઢાંકણી)નો સોજો (કોન્ડ્રોમેલીશીઆ પેટેલા),
૧૪. ટેન્ડન ઉપર સોજો (ટેન્ડેનાઇટીસ),
૧૫. સાંધાનો સોજો (સેપ્ટીક આર્થાઇટીસ) દરેક સાંધામાં હાડકા સાથે કાર્ટલેજ, ટેન્ડન, લીગામેન્ટ, ગાદી જેવા બર્સા વગેરે તેમજ લોહીની નળીઓ (વેઇન- આર્ટરી) જ્ઞાાનતંતુ હોય છે આ બધામાં ઇજા અને ચેપથી દુઃખાવો થાય.

સાંધાના દુઃખાવાના કેટલા પ્રકાર છે.

(૧) ઘુંટીનો (એન્કલ)નો- સાંધાના દુઃખાવા 

  • સામાન્ય રીતે એન્કલસ્પ્રેઇન (ઘૂંટીનો સાંધો ખેંચાઈ જવો) અને ટેન્ડાનાઇટીસ કોઈ વખત ચાલતી વખતે ધ્યાન ન હોય ત્યારે અથવા ખાડાટેકરાવાળી જગા ઉપર ચાલતી વખતે એક બાજુ પંજો વળી જાય ત્યારે એન્કલ સ્પ્રેઇન થાય માઇલ્ડ એટલે કે સાધારણ સ્પ્રેઇન એને કહેવાય. 
  • જે  ૨૪ કલાકથી વધારે દુખાવો રહે અને તમે ચાલી પણ શકો નહીં તો ડોક્ટરની સલાહ લેવી પડે.

(૨) આર્થાઇટીસ- સાંધાના દુઃખાવા:

  • એક અથવા વધારે સાંધામાં ચેપ લાગી સોજો (ઇન્ફલેમેશન) થયો હોય ત્યારે સાંધો અક્કડ થઈ જાય સોજો આવે.
  • સાંધાને અડો તો ગરમ લાગે અને ઉપરની ચામડી લાલ થઈ જાય અને ખૂબ દુઃખાવો થાય.
  • પુરૃષો- સ્ત્રીઓ, બાળકો બધામાં થાય તાત્કાલીક નિષ્ણાત ડોક્ટરને મળવું પડે.

(૩) એસેપ્ટીક નેક્રોસીસ- સાંધાના દુઃખાવા:

  • આને ‘એવાસ્ક્યુલર નેક્રોસીસ’ પણ કહે છે. 
  • જ્યારે સાંધાને કોઈ કારણસર લોહી ના મળે ત્યારે આ પ્રકારની તકલીફ થાય આમાં કોઈવાર દુઃખાવો થાય કોઈવાર ન થાય જ્યારે લોહી ના મળે ત્યારે હાડકાના જે ભાગને લોહી ના મળે તે ભાગ ‘ડેડ’ (નાશ પામે) ઈજા થાય.
  • આ પરિસ્થિતિ લાંબી ચાલે તો ‘ડેડ’ થયેલા હાડકા નબળા પડી તેનું કામ ન કરી શકે.

(૪) કોણીનો દુઃખાવો:

  • મોટે ભાગે આ દુઃખાવો કોણીના હાડકા પાસે આવેલા ટેન્ડનના સોજાને કારણે થાય.
  • આ સાંધામાં ત્રણ હાડકા રેડીઅસ અલ્ના અને હ્યુમરસ ભેગા થાય છે. આ ઠેકાણે આગળ પાછળ વાળવાની ક્રિયા તથા ગોળ ફરવાની ક્રિયા થાય છે અહીં બંને બાજુના હાડકામાં કે તેમને જોડતા સાંધામાં સોજો આવે ત્યારે કોણીનો દુઃખાવો થાય છે આને ‘ટેનીસ એલ્બો’ એવું નામ પણ આપેલું છે.

(૫) ફાઇબ્રોમાયેલ્જીઆ:

  • આમાં દુઃખાવો લાંબા વખત સુધી ચાલુ રહે છે. સાંધો અકડાઈ જાય આ તકલીફમાં સાંધો, આજુબાજુના સ્નાયુ અને ટેન્ડનમાં સોજો ચડે આ રોગમાંં કાયમની ખોડ કે તકલીફ ના રહે.
  • સતત દુઃખાવો હોવાથી ઊંઘ ના આવે આ તકલીફ માટે કોઈ તપાસ હોય નહીં ખૂબ થાક લાગે ચિંતા થાય, ડીપ્રેશન આવે આ રોગ થવાનું કારણ ખબર નથી.
  • આમાં સ્નાયુમાં સોજો પણ ઘણીવાર ના હોય આને રૃમેટોઇડ આર્થાઇટીસ ના કહેવાય.

(૬) ફ્રેકચર:

  • અકસ્માત થાય ત્યારે હાડકા પર બહારનું દબાણ આવે ત્યારે હાડકું તૂટી જાય.
  • ઓપન (ખુલ્લું) ફ્રેક્ચરમાં બહારની ચામડી તૂટી જાય અને હાડકા અને સ્નાયુ દેખાય જ્યારે ક્લોઝ (બંધ) ફ્રેક્ચરમાં હાડકું અંદર તૂટે પણ બહાર દેખાય નહીં.
  • હાડકાનું બંધારણ કેલ્શિયમને કારણે હોય જેની ઉપર હોર્મોનનો કંટ્રોલ હોય હાડકામાં કેલ્શિયમ ઓછું થાય ત્યારે પણ હાડકા નબળા પડી જાય અને કોઈવાર સાંધાના વજનથી પણ તૂટી જાય જ્યારે હાડકા તૂટે ત્યારે પણ દુઃખાવો થાય.

(૭) ગાઉટ:અંગૂઠાના સાંધાના દુઃખાવા

  • જ્યારે યુરીક એસિડના ક્રિસ્ટલ જ્યારે ભેગા થાય ત્યારે પગના અંગૂઠાના અથવા આંગળીઓના સાંધામાં દુઃખાવો થાય.
  • આ યુરીક એસિડનું પ્રમાણ સમયસર સારવાર કરવામાં ન આવે તો વધ્યા કરે અને વ્યક્તિ ઉભો થઈ ના શકે.
  • આ રોગ વારસાગત હોય વજન વધારે હોય ત્યારે, દારૃ પીવાની અને નોન વેજીટેરીયન વસ્તુ ખાવાની ટેવ હોય, બી.પી. વધારે હોય ત્યારે અને કોર્નસીરપ જેમાં આવે તેવા તૈયાર સોફ્ટ ડ્રીંક્સ વધુ લેવાના થાય, તાવ આવ્યો હોય, શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય, ઇજા થઈ હોય ત્યારે યુરીક એસિડ વધે અને શરીરના ખાસ કરીને પગની આંગળીઓના અંગુઠાના સાંધામાં દુઃખાવો થાય કોઈ વખત યુરીક એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે ટોફી ક્રિસ્ટલ દેખાય.

(૮) ઘૂંટણની ઇજાઓ:

  • રમતગમતમાં વોલીબોલ, સ્કાઇંગ ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે રમતોમાં ઘૂંટણની ઈજા થવાની શક્યતા વધારે હોય છે આમાં ‘મેનીસ્કસ’ તૂટી જાય છે.
  • આમાં ઘૂંટણમાં સખત દુઃખાવો થાય છે. મેનીસ્કસ એક પાતળું પડ (કાર્ટિલેજ) છે જે ઘૂંટણના સાંધાને યોગ્ય મુવમેન્ટ આપે છે અને ઉપરના (ફીમર) નીચેના (ટીબીયા) હાડકા સાથે ઘસાતા અટકાવે છે.
  • જ્યારે એનીસ્કસ તૂટે ત્યારે ઢીંચણમાં દુઃખે સોજો આવે સાંધો (ઘૂંટણ)નો વાળી ના શકાય સાંધો લોક થઈ જાય દુઃખાવો ઘણો થાય.

(૯) રૃમેટીક આર્થાઇટીસ:

  • આ એક ‘ઓટો ઇમ્યુનડીસીઝ’ છે જેમાં આખા શરીરના બધા જ સાંધામાં વારાફરતી સખત દુઃખાવો થાય એટલે એને ફરતો ,’વા’ કહે છે.
  • દરેકને (સ્ત્રી-પુરુષ, બાળકો) થઈ શકે થોડો વખત મટી પણ જાય ચાલુ રહે છે ત્યારે ‘સીમેટ્રીકલ’ બન્ને હાથની આંગળીઓ- કાંડા- કોણી- ખભો અથવા બંને પગના થાપાના સાંધા અને પગના ઢીંચણ- બન્ને પગની ઘૂંટી અને આંગળીઓમાં થાય દુઃખાવા માટે ‘એનેસ્થેસીક્સ’ આપવામાં આવે. જેટલી જલ્દી ફીઝીયોથેરાપી (કસરત) કરવામાં આવે તેટલું જલદી સારું લાગે શરીરના સાંધા ઉપર કોલેજન નામનું પ્રોટીન જામી જવાથી થાય.

(૧૦) સેપ્ટીક આર્થાઇટીસ:

  • આ જાતના દુઃખાવામાં બેક્ટેરીયા- વાયરસ કે ફન્ગસથી ચેપ લાગે ત્યારે સોજો આવે પાણી ભરાય, લેબોરેટરી તપાસથી ખબર પડે કે આ સાંધામાંથી ખેંચેલ પાણીમાં કયા પ્રકારના જંતુ છે.
  • આ મુખ્ય ૧૦ કારણો સાંધાના દુઃખાવાના જણાવ્યા આ સિવાય
    • ૧. બર્સાઇટીસ (બે સાંધાની વચ્ચે ગાદીનો સોજો)
    • ૨. હેનોથ પુરપુર
    • ૩. ઇ.બી.ઓ. ટીબીલીસ બેન્ડ સિન્ડ્રોમ
    • ૪. બોનટયુમર
    • ૫. કાર્ટિલેજ તૂટી જવું,
    • ૬. સાઇનોવી અલ કેન્સર
    • ૭. સેફો સિન્ડ્રોમ
    • ૮. પ્લાન્ટથોજ સિન્ડ્રોમ,
    • ૯. સો જોન સિન્ડ્રોમ
    • ૧૦. સ્યુડોગાઉડ- આવા બીજા ઘણા કારણોથી તમારા શરીરના સાંધા દુઃખે.

સાંધાના દુઃખાવા ના લક્ષણો:

  • સાંધામાં સતત અથવા વારંવાર દુઃખાવો
  • સાંધામાં સોજો, લાલાશ અને ગરમી
  • સાંધાની જડતા અને હલનચલન કરવામાં મુશ્કેલી
  • સાંધાનો અવાજ આવવો (Crepitus)
  • થાક અને અશક્તિ

સાંધાના દુઃખાવા ક્યારે થાય ?

આટલું વાંચ્યા પછી તમને ખ્યાલ આવે છે ને પેલી ઉક્તિ કે ‘સાંધા એટલા વાંધા’ હવે એક જ સાંધાનો દાખલો લઈએ તો બે હાડકા જ્યારે જોડાય અને તેમને હલનચલન કરાવવું હોય તો તેમાં બે હાડકા ઉપરાંત કાર્ટાલેજ જેે ગાદી તરીકે કામ કરે લીગમેન્ટ જે બન્ને હાડકાને જોડવાનું કામ કરે વચ્ચે પ્રવાહી ભરેલા નાના ફુગ્ગા હોય જેને બર્ઝા કહેવાય આ ઉપરાંત ટેન્ડન અને સ્નાયુ પણ હોય જ્યારે જ્યારે આ પાંચ વસ્તુને ઇજા થાય ચેપ લાગે સોજો આવે અને પાણી ભરાય ત્યારે સાંધાનો દુઃખાવો થાય.
સાંધાના દુઃખાવાના લક્ષણો (જનરલ)
સાંધા ગરમ લાગે થોડા પણ હલનચલનથી દુઃખે ઉપરની ચામડી લાલ થઈ ગઈ હોય.

સાંધાના દુઃખાવા નું નિદાન અને સારવાર:

સાંધાના દુઃખાવાનું નિદાન કરવા માટે ડૉક્ટર તમારા લક્ષણો, તબીબી ઇતિહાસ અને શારીરિક તપાસના આધારે નિર્ણય લે છે.

આ ઉપરાંત, એક્સ-રે, MRI, CT સ્કૅન અથવા લોહીની તપાસ જેવા ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે. સારવારના વિકલ્પોમાં દવાઓ, ફિઝીયોથેરાપી, જીવનશૈલીમાં ફેરફાર અને કેટલાક કિસ્સાઓમાં સર્જરીનો સમાવેશ થઈ શકે છે.

સાંધાના દુઃખાવા માટે ડોક્ટર પાસે ક્યારે જશો ?

એક અઠવાડિયાથી સમય વધારે થયો હોય અને દુઃખાવો ચાલુ હોય. તમને કારણની ખબર ના હોય અને આ દુઃખાવાને કારણે તમે બહાર ના જઈ શકો ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

સાંધાના દુઃખાવાનું નિદાન કેવી રીતે થાય ?
૧. દરદીને દુઃખાવો કેવી રીતે થયો તેની વિગત ડોક્ટરને આપે (વાગવાથી- પડી જવાથી- તાવ આવેલો- કેવી રીતે રાહત થાય છે કેવી રીતે દુઃખાવો વધે) છે વગેરે વિગત ડોક્ટરને જણાવવી જોઈએ.

૨. એક્સ-રે અને જરૃર લાગે તો સીટી સ્કેન, એમ.આર.આઇ. કરવા જોઈએ.
સાંધાના દુઃખાવાની સારવાર શું ?
મુળ કારણ જાણ્યા પછી સારવાર આપવી જોઈએ. સામાન્ય રીતે શરુઆતની સારવારમાં

  • ૧. આરામ,
  • ૨. બરફનો શેક,
  • ૩. સોજો ઉતારવાની (એન્ટી ઇન્ફેલમેટરી) દવાઓ આપવી જોઈએ,
  • ૪. આરામ વધારે મદદ કરશે. જો હાડકાનો, લીગામેન્ટ કે કાર્ટલેજને કારણે દુઃખાવો હોય તો સર્જીકલ સારવાર આપવી જરૃરી છે.

દર્દીને ઘેર સાંધાના દુઃખાવા માટે કઈ સારવાર આપશો ?

૧. દુઃખાવો દૂર કરવાની દવા

૨. બરફ લગાડવો,

૩. તદ્દન આરામ આ ત્રણ સારવાર ઘરે આપવી જોઈએ.

સાંધાના દુઃખાવા માં દવાઓ કઈ આપવી જોઈએ ?

૧. સાંધાનો સોજો થયો હોય તો સોજો ઉતારવાની દવાઓ આપો.
૨. તાવ સાથે દુઃખાવો હોય તો એન્ટીબાયોટીક જરૃર પડે.
૩. લીગામેન્ટ કે કાર્ટલેજને નુકસાન થયું હોય તો સર્જરીની જરૃર પડે.
૪. દુખાવો હોય તો પેઇનકીલર આપવા જોઈએ.
૫. રૃમેટોઇડ અર્થારાઇટીસ હોય તો ‘કોર્ટીસોન’ આપવું પડે.
૬. સોરીઆટીક આર્થ્રાઇટીસ અને એન્કીલોસીન સ્પોન્ડીલાઇટીસ માટે ફીઝીઓથેરાપી આપવી જોઈએ.

સાંધાના દુઃખાવા ની (ફોલોઅપ) આગળની સારવાર કઈ?

તાવ ગયો હોય તો દવા બંધ કરવી પડે દુખાવો ઓછો હોય તો થોડું હલનચલન કરવું પડે. ડોક્ટરની સલાહ કામ આવે.
સાંધાનો દુઃખાવો ના થાય તે માટે અગમચેતી કઈ
અકસ્માત થાય નહીં તેનું ધ્યાન રાખવું રમતગમતમાં પણ શક્તિ હોય તેટલું જ રમવું નિયમિત કસરત કરી સાંધાને મજબૂત બનાવવા જેથી અકસ્માતમાં પણ ક્ષમતા સારી હોય તો વાંધો ના આવે મોટી ઉંમરે સ્કૂટર ચલાવવું સપોર્ટ વગર ચાલવુ બાથરૃમ કે ભીની જગ્યાએ સાચવીને ચાલવું, ઇમ્યુનીટી વધારવી વગેરે સૂચનાઓ પાળવી.

સાંધાના દુઃખાવા થી બચવાના ઉપાયો:

  • નિયમિત કસરત કરો, ખાસ કરીને સાંધાને મજબૂત અને લવચીક બનાવતી કસરતો.
  • સ્વસ્થ વજન જાળવો, જેથી સાંધા પર વધારે દબાણ ન આવે.
  • કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર સંતુલિત આહાર લો, જે હાડકાં અને સાંધાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • ઈજાથી બચવા માટે સાવચેતી રાખો અને રમતગમત દરમિયાન યોગ્ય સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરો.
  • તણાવનું સંચાલન કરો, કારણ કે તણાવ સ્નાયુઓમાં ખેંચાણનું કારણ બની શકે છે, જે સાંધાના દુઃખાવામાં વધારો કરી શકે છે

સાંધાનો દુઃખાવા : આયુર્વેદિક દ્રષ્ટિકોણ અને સારવાર

આયુર્વેદમાં સાંધાના દુઃખાવાને ‘આમવાત’ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, શરીરમાં વાત, પિત્ત અને કફ – આ ત્રણ દોષોનું સંતુલન बिगડવાથી વિવિધ રોગો થાય છે. સાંધાના દુઃખાવામાં મુખ્યત્વે વાત દોષની વૃદ્ધિ જવાબદાર હોય છે. વાત દોષના પ્રકોપથી સાંધામાં શુષ્કતા, ઠંડક અને જડતા વધે છે, જેના પરિણામે દુઃખાવો અને સોજો ઉત્પન્ન થાય છે.

આયુર્વેદિક સારવાર સાંધાના દુઃખાવા માટે:

આયુર્વેદમાં સાંધાના દુઃખાવાની સારવાર મુખ્યત્વે વાત દોષને સંતુલિત કરવા પર કેન્દ્રિત હોય છે. આ માટે વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ, તેલ માલિશ, સ્નેહન (oleation), સ્વેદન (sudation) અને બસ્તિ (enema) જેવી પંચકર્મ ચિકિત્સાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય, આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન પણ સારવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

સાંધાના દુઃખાવા માટે આયુર્વેદિક ઔષધો:

  • યોગરાજ ગુગ્ગુલ: આ આયુર્વેદિક ઔષધ વાત દોષને શાંત કરીને સાંધાના દુઃખાવા અને સોજામાં રાહત આપે છે.
  • મહાયોગરાજ ગુગ્ગુલ: આ યોગરાજ ગુગ્ગુલનું એક વધુ અસરકારક સ્વરૂપ છે, જે ગંભીર સાંધાના દુઃખાવામાં રાહત આપે છે.
  • સિંહનાદ ગુગ્ગુલ: આ ઔષધ સાંધાના દુઃખાવા સાથે અન્ય વાત રોગો જેવા કે લકવો, સંધિવા વગેરેમાં પણ ફાયદાકારક છે.
  • પુંડરીકાક્ષ: આ ઔષધ સાંધાના દુઃખાવા, સોજા અને જડતામાં રાહત આપવા માટે જાણીતું છે.
  • રાસ્નાદિ ક્વાથ: આ ક્વાથ વાત દોષને શાંત કરીને સાંધાના દુઃખાવામાં રાહત આપે છે.

આયુર્વેદિક તેલ માલિશ:

સાંધાના દુઃખાવા માટે મહાનારાયણ તેલ, મહામસ તેલ, અશ્વગંધા તેલ, નિર્ગુંડી તેલ અથવા કોઈ અન્ય વાત શામક તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે. તેલ માલિશથી સાંધામાં ગરમી અને લોહીનો પ્રવાહ વધે છે, જે દુઃખાવામાં રાહત આપે છે.

આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન:

  • વાત વર્ધક આહાર ટાળો: ઠંડા, શુષ્ક અને વાસી ખોરાક, તળેલા અને પ્રોસેસ્ડ ખોરાક, કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ પીણાં ટાળો.
  • વાત શામક આહાર લો: ગરમ, રાંધેલા અને સરળતાથી પચે તેવો ખોરાક, આદુ, લસણ, હળદર, તજ જેવા મસાલા, ગાયનું ઘી અને ગરમ પાણી પીવો.
  • નિયમિત કસરત: યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને હળવી કસરતો જેવી કે ચાલવું, તરવું અને સાયકલિંગ કરો.
  • પૂરતી ઊંઘ: દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો.
  • તણાવ ઓછો કરો: ધ્યાન, યોગ અને પ્રાણાયામ જેવી તકનીકો તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

સાંધાના દુઃખાવા માટે ડૉક્ટરની સલાહ ક્યારે લેવી?:

જો સાંધાનો દુઃખાવો એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે, તીવ્ર હોય, સોજો અને લાલાશ સાથે હોય, અથવા તાવ અને અન્ય લક્ષણો સાથે હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સાંધાના દુઃખાવાની હોમિયોપેથીક સારવાર

હોમિયોપેથી સાંધાના દુઃખાવાની સારવાર માટે એક સુરક્ષિત અને અસરકારક વિકલ્પ પૂરો પાડે છે. સાંધાના દુઃખાવાના મૂળ કારણને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત દવાઓ સૂચવવામાં આવે છે, જે દુઃખાવામાં રાહત આપવાની સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

સાંધાના દુઃખાવા માટે હોમિયોપેથીક દવાઓ:

Rhus Toxicodendron:

આ દવા સાંધાના દુઃખાવા માટે ખૂબ જ અસરકારક છે, ખાસ કરીને જ્યારે હલનચલન શરૂ કરવામાં મુશ્કેલી થતી હોય, પરંતુ થોડી વાર હલનચલન કર્યા પછી આરામ મળે છે.

Bryonia Alba:

આ દવા સાંધાના દુઃખાવા, સોજા અને જડતામાં રાહત આપે છે. ખાસ કરીને જ્યારે હલનચલનથી દુઃખાવો વધે છે અને આરામથી રાહત મળે છે ત્યારે આ દવા ઉપયોગી છે.

Arnica Montana:

આ દવા ઈજા, મચકોડ અથવા શારીરિક આઘાતને કારણે થતા સાંધાના દુઃખાવામાં રાહત આપે છે. તે સોજો અને ઉઝરડા ઘટાડવામાં પણ મદદ કરે છે.

Colchicum:

ગાઉટને કારણે થતા સાંધાના દુઃખાવામાં આ દવા ખૂબ જ અસરકારક છે. તે સાંધામાં યુરિક એસિડના સ્ફટિકોને ઓગાળવામાં મદદ કરે છે.

Ledum Palustre:

આ દવા સાંધાના દુઃખાવામાં રાહત આપે છે, ખાસ કરીને જ્યારે સાંધા ઠંડા અને સુન્ન લાગે છે.

Ruta Graveolens:

આ દવા સાંધાના દુઃખાવા, જડતા અને ઈજાગ્રસ્ત ટેન્ડન અને લિગામેન્ટ્સની સારવાર માટે ઉપયોગી છે.

સાંધાના દુઃખાવાની હોમિયોપેથીક સારવારના ફાયદા:

  • સલામત અને કુદરતી
  • આડઅસરો વિનાની
  • વ્યક્તિગત સારવાર
  • દુઃખાવામાં રાહત આપવાની સાથે સાથે રોગના મૂળ કારણને પણ સુધારવાનો પ્રયાસ
  • રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ

સાંધાના દુઃખાવા માટે હોમિયોપેથીક ડૉક્ટરની સલાહ:

આ દુઃખાવાની સારવાર માટે કોઈપણ હોમિયોપેથીક દવા લેતા પહેલા હોમિયોપેથીક ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તેઓ તમારા લક્ષણો અને તબીબી ઇતિહાસને ધ્યાનમાં રાખીને તમારા માટે સૌથી યોગ્ય દવા સૂચવશે.

સાંધાના દુઃખાવા માટે અન્ય ઉપચારો:

હોમિયોપેથીક સારવારની સાથે સાથે, નીચે જણાવેલ ઉપાયો પણ સાંધાના દુઃખાવામાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે:

  • ગરમ અને ઠંડા શેક: દુઃખાવા અને સોજાવાળા સાંધા પર ગરમ અને ઠંડા શેક લગાવવાથી આરામ મળી શકે છે.
  • આરામ: દુઃખાવાવાળા સાંધાને આરામ આપવો જરૂરી છે.
  • ફિઝીયોથેરાપી: ફિઝીયોથેરાપી કસરતો સાંધાની મજબૂતાઈ અને લવચીકતા વધારવામાં મદદ કરી શકે છે.
  • યોગ અને પ્રાણાયામ: યોગ અને પ્રાણાયામ સાંધાના દુઃખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

સાંધાના દુઃખાવાથી બચવાના ઉપાયો:

  • નિયમિત કસરત કરો, ખાસ કરીને સાંધાને મજબૂત અને લવચીક બનાવતી કસરતો.
  • સ્વસ્થ વજન જાળવો, જેથી સાંધા પર વધારે દબાણ ન આવે.
  • કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર સંતુલિત આહાર લો, જે હાડકાં અને સાંધાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • ઈજાથી બચવા માટે સાવચેતી રાખો અને રમતગમત દરમિયાન યોગ્ય સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરો.
  • તણાવનું સંચાલન કરો, કારણ કે તણાવ સ્નાયુઓમાં ખેંચાણનું કારણ બની શકે છે, જે સાંધાના દુઃખાવામાં વધારો કરી શકે છે.

Disclaimer:

આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે અને તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની તબીબી સારવારના વિકલ્પ તરીકે ન કરવો જોઈએ. યોગ્ય નિદાન અને સારવાર માટે હંમેશા લાયક હોમિયોપેથિક ચિકિત્સક અથવા ડૉક્ટરની સલાહ લો.

References:

  • Charaka Samhita
  • Sushruta Samhita
  • Ashtanga Hridaya
  • Bhaav Prakash

#સાંધાનો_દુઃખાવો #આમવાત #આયુર્વેદિક_સારવાર #આયુર્વેદિક_ઔષધો #તેલ_માલિશ #પંચકર્મ #આહાર #જીવનશૈલી #યોગ#સાંધાનો_દુખાવો #હોમિયોપેથી #સાંધાનો_સોજો #આરોગ્ય #સ્વાસ્થ્ય

Frequently Asked Questions (FAQ)

સાંધાના દુખાવાના મુખ્ય કારણો:

ઑસ્ટિઓઆર્થરાઈટિસ (ઘસારાનો સોજો), સંધિવા (રુમેટોઈડ આર્થરાઈટિસ), ઈજા, અતિશય ઉપયોગ, ચેપ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.

લક્ષણો:

સાંધાનો દુખાવો, સોજો, જડતા, હલનચલનમાં મુશ્કેલી, લાલાશ અને સાંધાની આસપાસ હૂંફ જેવા લક્ષણો જોવા મળી શકે છે.

તમે આરામ કરી શકો છો, બરફ લગાવી શકો છો, સંકોચન પટ્ટીનો ઉપયોગ કરી શકો છો, અસરગ્રસ્ત સાંધાને ઊંચો કરી શકો છો અને ઓવર-ધ-કાઉન્ટર દુખાવાની દવા લઈ શકો છો. નિયમિત કસરત અને સ્વસ્થ વજન જાળવવાથી પણ મદદ મળી શકે છે.

જો તમને તીવ્ર દુખાવો હોય, સાંધામાં સોજો હોય, તાવ હોય, અથવા દુખાવો કેટલાક દિવસોથી વધુ ચાલુ રહે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સારવારના વિકલ્પો:

દવાઓ, ફિઝિકલ થેરાપી, જીવનશૈલીમાં ફેરફાર અને કેટલાક કિસ્સાઓમાં સર્જરીનો સમાવેશ થાય છે. યોગ્ય સારવાર યોજના તમારા દુખાવાના ચોક્કસ કારણ અને તીવ્રતા પર આધારિત હશે.

  • હોમિયોપેથી વ્યક્તિના શારીરિક લક્ષણો, તબીબી ઇતિહાસ અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને સાંધાના દુખાવાના મૂળ કારણને સંબોધવાનો પ્રયાસ કરે છે.
  • તે શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયાને ઉત્તેજીત કરવામાં મદદ કરી શકે છે, જેનાથી દુખાવો અને બળતરા ઘટાડી શકાય છે.
  • હોમિયોપેથીક સારવાર સાંધાના સ્વાસ્થ્યને સુધારવા અને સાંધાને વધુ નુકસાન અટકાવવામાં પણ મદદ કરી શકે છે.

સાંધાના દુખાવા માટે સૂચવવામાં આવતી કેટલીક સામાન્ય હોમિયોપેથીક દવાઓ નીચે પ્રમાણે છે:

  • Rhus Toxicodendron, Bryonia, Arnica, Calcarea Carbonica, Ledum Palustre અને Hypericum નો સમાવેશ થાય છે. જો કે, ચોક્કસ દવાની પસંદગી વ્યક્તિના લક્ષણો અને સંપૂર્ણ કેસ વિશ્લેષણ પર આધારિત છે.

જ્યારે લાયક હોમિયોપેથ દ્વારા સૂચવવામાં આવે ત્યારે હોમિયોપેથીક સારવાર સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. હોમિયોપેથીક દવાઓ ખૂબ જ મંદ સ્વરૂપમાં આપવામાં આવે છે, જે આડઅસરોનું જોખમ ઓછું કરે છે.

સારવારનો સમય વ્યક્તિ, સ્થિતિની તીવ્રતા અને અન્ય પરિબળોના આધારે બદલાઈ શકે છે. કેટલાક લોકો ઝડપથી રાહત અનુભવી શકે છે, જ્યારે અન્યને વધુ સમય લાગી શકે છે. હોમિયોપેથી એ ધીરજ અને સુસંગતતાની જરૂર હોય તેવી એક પ્રક્રિયા છે.

હોમિયોપેથીક સારવાર સામાન્ય રીતે પરંપરાગત દવાઓ સાથે સુરક્ષિત રીતે જોડી શકાય છે. જો કે, તમારા હોમિયોપેથ અને તમારા નિયમિત ડૉક્ટર સાથે તમારી બધી દવાઓ વિશે ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.

Excerpts (Summary)

આ લેખ સાંધાના દુખાવાના કારણો, લક્ષણો, ઘરેલું ઉપચાર અને સારવારના વિકલ્પો વિશેની માહિતી પૂરી પાડે છે. જો તમે અથવા તમારા કોઈ પ્રિય વ્યક્તિ સાંધાના દુખાવાથી પીડાતા હો, તો આ લેખ તમને તમારી સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં અને રાહત મેળવવા માટેનાં પગલાં લેવામાં મદદ કરી શકે છે.

સાંધાના દુખાવાથી કુદરતી રીતે રાહત મેળવવા માટે હોમિયોપેથીની શક્તિનું અન્વેષણ કરો. આ લેખમાં, અમે સાંધાના દુખાવા માટે હોમિયોપેથી કેવી રીતે કામ કરે છે, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ અને સારવારના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ છીએ. જો તમે સાંધાના દુખાવા માટે સલામત અને અસરકારક ઉકેલ શોધી રહ્યા છો, તો હોમિયોપેથી તમારા માટે એક વિકલ્પ હોઈ શકે છે.

Table of Contents

Recent posts

Last Updated Posts